Skip to main content

anand district information in gujarati :: આણંદ જિલ્લો બધી માહિતી

 

આણંદ જિલ્લો

💎આણંદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે.
💎આણંદ શહેર ખાતે આ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. 
💎ઇ. સ. ૧૯૯૭ માં ખેડા જિલ્લામાંથી આ જિલ્લાને છુટો પાડવામાં આવ્યો હતો.
💎 આણંદ જિલ્લોનો   કુલ વિસ્તાર ૩,૨૦૪ km૨ (૧,૨૩૭ sq mi) છે.
💎આણંદને દૂધ અને તેના ઉત્પાદનનું મુખ્ય મથક પણ કહેવામાં આવે છે. 
💎અમૂલ ડેરી અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (National Dairy Development Board - NDDB) અહિં આવેલા છે.
💎આણંદ શહેર એ અમદાવાદ અને વડોદરાને જોડતી રેલ્વે લાઇન પર આવે છે.
💎આણંદ ખાતે ભારતીય ગ્રામ વ્યવસ્થાપન સંસ્થાન (Indian Institute of Rural Management - IRMA) પણ આવેલી છે.
💎સમુદ્રની સપાટીથી આણંદની સરેરાશ ઉચાંઇ ૩૯ મીટર (૧૨૭ ફુટ) છે.
💎ઇ.સ. ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ આણંદ શહેરની વસ્તી ૧,૩૦,૪૬૨ હતી.



💎આણંદ જિલ્લાને આઠ તાલુકાઓમાં વિભાજીત કરાયો છે.
💎ગામડાઓ:- ૩૫૪
  • આણંદ
  • આંકલાવ
  • ઉમરેઠ
  • ખંભાત
  • તારાપુર
  • પેટલાદ
  • બોરસદ
  • સોજિત્રા




👉આણંદ જિલ્લાની ઉત્તરે ખેડા જિલ્લો  આવેલ છે. 
👉 આણંદ જિલ્લાની પૂર્વમાં વડોદરા જિલ્લો આવેલ છે.
👉આણંદ જિલ્લાની પશ્ચિમમાં અમદાવાદ જિલ્લો આવેલ છે.
👉આણંદ જિલ્લાની દક્ષિણમાં ખંભાતનો અખાત આવેલ છે.

આણંદ જિલ્લાની મહત્વની વિગત


બંદરો                    🠒➤ ખંભાત
નદીઓ                 🠒➤ સાબરમતી,મહી
ઉધોગ                  🠒➤ બીડીઉધોગ,દેરી ઉધોગ અને અકીક
મુખ્ય પાક             🠒➤તમાકુ, કેળાં, શેરડી, બાજરી, રાઈ,ચીકુ અને બટાકા
મુખ્ય શહેરો         🠒➤ આણંદ,વલ્ભવિદ્યાનગર ,ખંભાત
અગત્યના શહેરો  🠒➤ ધુવારણ ,પેટલાદ ,લુણેજ
જોવાલાયક સ્થળો  🠒➤અમુલ ડેરી (આણંદ) સ્વામિનારાયણ મંદિર (વડતાલ )  વિદ્યાધામ (વલ્ભવિદ્યાનગર)મહાકાલેશ્વરમંદિર(બોરસદ),ખંભાત વગેરે આવેલ છે.





 મહત્વના પ્રશ્નો

👉ખંભાતમાં અકીક ઉધોગ વિકસ્યો છે તેનું જુનું નામ સ્તંભતીર્થ હતું .
👉સરદાર પટેલની જન્મભૂમિ કરમસદ છે.
👉આણંદમાં કૃષિ યુનિવર્સિટીનું વડુંમથક આવેલું છે.
👉ખંભાતનું પ્રાચીન નામ સ્તંભપુર છે.
👉પ્રખ્યાત શૈક્ષણિકધામ વલ્લભવિદ્યાનગર જોવાલયક છે.
👉આણંદ સફેદ ક્રાંતિ માટે સુપ્રસિદ્ધ છે.(અમુલ ડેરી)
👉અકીકના વેપારના મહત્વનું કેન્દ્ર ખંભાત છે


અમારા વોટ્સએપ ગ્રુપ માં જોડાવા માટે અહી ક્લિક કરો

👉CLICK HERE

આ લેખ માં કોઈ પણ પ્રકારની ભૂલ હોયતો કોમેન્ટ કરીને બતાવો 

THANK YOU





Popular posts from this blog

surat district taluka list :: સુરત જિલ્લો બધી માહિતી

  સુરત જિલ્લો ➤ સ્થાપના :- ૧૯૬૦ ➤ સુરત જિલ્લો   ભારત  દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ  ગુજરાતનો  ખુબ જ મહત્વ ધરાવતો જિલ્લો છે. ➤ ૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી  તાપી જિલ્લો  અલગ કરવામાં આવ્યો છે. ➤ ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે સુરત જિલ્લો ગુજરાતના સૌથી વધુ વસતી ધરાવતા જિલ્લામાં બીજા ક્રમે છે. ➤ સુરત જીલ્લો,  વિસ્તારની દ્રષ્ટી એ  રાજ્યમાં પ્રથમ છે. ➤ સાક્ષરતા દર માં દેશમાં ૫૪ મો ક્રમ છે.  સાક્ષરતા દર ૮૯.૮૯ છે ➤ સુરતને “ટેક્સટાઇલ સિટી” તરીકે પણ ઓળખવામાં આવે છે. ➤ સુરત તેના ડાયમંડ બિઝનેસ માટે જાણીતું છે . ( ડાયમંડ સિટી ) ➤ સુરત શહેરમાં મોટેભાગે બોલાતી ભાષા સુરતી ગુજરાતી ભાષા છે. ➤ ગુ જરાત માં સુરત બીજૂ સૌથી મોટું શહેર છે અને ભારતમાં નવમું સૌથી મોટું શહેર છે.  ➤ સુરત શહેરની સમૃદ્ધિથી આકર્ષાઇને છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઇ.સ. ૧૬૦૦ના અરસામાં સુરત શહેરમાં બે વખત લૂંટ કરવામાં આવેલ. ➤ સુરત શહેરમાં ચોર્યોસી બંદરના વાવટા ફરકતા હોવાથી ચોર્યોસી નામ પડેલું. ➤ ઇ.સ. ૧૬૧રમાં અંગ્રેજોએ ભારતભરમાં સૌ પ્રથમ સુરતમાં વ્‍યાપારી કોઠી સ્થાપી ....

અમદાવાદ ના જોવાલાયક સ્થળો |Famous places of Ahmedabad

ગાંધી આશ્રમ 👉સાબરમતી આશ્રમ  ( જે હરિજન આશ્રમ, ગાંધી આશ્રમ કે સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખાય છે) 👉 અમદાવાદ શહેરમાં  સાબરમતી નદીના  કિનારે આવેલ છે 👉 અંગ્રેજો સામેના સત્યાગ્રહની છાવણી તરીકે જાણીતા આ આશ્રમની સ્થાપના ઇ.સ. ૧૯૧૭ના વર્ષમાં અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોચરબ આશ્રમ ખાતે  મહાત્મા ગાંધીજીએ  કરી હતી. 👉 ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું   👉 મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ ગાંધી આશ્રમથી  દાંડી કૂચની  શરૂઆત કરી હતી. 👉 આ આશ્રમ હરીજન આશ્રમ તરીકે પણ જાણીતો છે. 👉 ગાંધી આશ્રમની ગરીમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ આશ્રમની મુલકાત લે છે. અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે. સંગ્રહાલય ગાંધીજીના જીવનમાં ઘટેલી ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ કરતી 8 ભવ્ય કદની પેઈન્ટિંગ્સ અને ૨૫૦ કરતાં પણ વધારે તસવીરો સામેલ છે ‘અમદાવાદમાં ગાંધી’ ગેલેરીમાં ગાંધીજીનું ઈ.સ. ૧૯૧૫-૧૯૩૦ સુધીનું અમદાવાદમાં જીવન દર્શાવાયું છે. ભવ્યકદની ઓઈલ પેઈન્ટિંગ ગેલેરી પ્રદર્શનમાં ગાંધીજીના અવતરણો, પત્રો અને અન્ય અવશેષો બતાવવામાં આવે છે.  ગુજરાતી અ...

અમરેલી જિલ્લાની મહત્વની વિગત 2020 | amreli district in gujarat

  અમરેલી જિલ્લો ➤સ્થાપના :- ૧૯૬૦ ➤ અમરેલી જિલ્લો  ગુજરાતના  સૌરાષ્ટ્ર  વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. ➤ અમરેલી જિલ્લાનું નામ  અમરેલી  શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. ➤ સીંગ, કપાસ તેમજ ઘઉંની ખેતી માટે માત્ર  ગુજરાત રાજ્યમાં  જ નહીં પણ આખા  ભારત  દેશમાં મશહુર છે  ➤ આ જિલ્‍લામાં  પીપાવાવ  બંદર આવેલું છે.  રાજુલામાં  ભારત દેશનો સૌથી મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે. ➤ રાજાશાહી કાળમાં અમરેલી જિલ્લો  વડોદરા  રાજ્યનો ભાગ હતો.  ➤વસ્તી :- ૧૫,૧૩,૬૧૪ (૨૦૧૧ મુજબ ) ➤ક્ષેત્રફળ :- ૬,૭૬૦ચો. કિમી ➤ગામડાંઓ :- ૭૮૪ ➤ આ જિલ્‍લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે: અમરેલી ધારી બાબરા બગસરા જાફરાબાદ ખાંભા કુંકાવાવ લાઠી લીલીયા રાજુલા સાવરકુંડલા ➤ અમરેલી    અરબસાગર ના કિનારે  આવેલ છે. ➤અમરેલી જીલ્લાની આજુબાજુ ગીરસોમનાથ,જુનાગઢ,ભાવનગર,બોટાદ, જામનગર અને રાજકોટ જિલ્લા આવેલા છે. અમરેલી જિલ્લાની મહત્વની વિગત બંદર :- જાફરાબાદ,પીપાવાવ,અમરેલી ધારા બંદર ખનિજ :- કેલ્સાઈટ,ચૂનાનો પથ્થર, બોક્સાઈટ, જિપ્સમ, કાચી ધાત...